ગુજરાત

gujarat

ETV Bharat / videos

Vadodara Ayurvedic: વડોદરામાં આર્યુર્વેદિક સીરપની આડમાં દારુનું વેંચાણ: 2ની અટકાયત, 1 ફરાર - ફરાર નીતિન કોટવાણીની શોધખોળ હાથ ધરી

By

Published : Dec 6, 2021, 3:01 PM IST

વડોદરા નજીક આવેલ સાંકરદા ગામ પાસે દુર્ગા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં (Durga Industrial Estate) આયુર્વેદિક સીરપની આડમાં દારુ બનાવી આયુર્વેદિક દવાના નામે વેચાણ કરતી ફેક્ટરીનો શહેર PCB શાખાએ પર્દાફાશ કર્યો છે. આ કંપનીની આયુર્વેદિક દવાની બોટલમાં આલ્કોહોલ વેચતી હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે. પોલીસે ફેકટરીમાંથી ઈથેનોલ તથા મશીનરી અને અન્ય સાધનો મળીને 1 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. આયુર્વેદિક સીરપની આડમાં દારુ બનાવી આયુર્વેદીક દવાના નામે વેચાણ કરવાનું કૌભાંડ કોરોના કાળમાં ફેક્ટરીમાં ડુપ્લીકેટ સૅનેટાઇઝર (Duplicate sanitizer) બનાવના ગુનામાં ઝડપાયેલ અને એક મહિના પહેલા જામીન પર છૂટીને બહાર આવેલ નીતિન કોટવાણી દારુ બનાવીને આયુર્વેદિક સીરપના નામે વેચવાનું શરુ કર્યું હતું. આયુર્વેદિક સીરપની બોટલ પોલીસે તપાસ અર્થે FSLમાં મોકલતા પ્રાથમિક રિપોર્ટમાં આયુર્વેદિક સીરપની બોટલમાં દારુ હોવાનો ચોંકવનારો ખુલાસો થયો હતો પોલીસે કંપનીના સુપર વાઇઝર સહિત 2 શખ્સની અટકાયત કરી તેમની પુછપરછ કરતા ચોંકવનારી માહિતી સામે આવી હતી. હાલ સમગ્ર કૌભાંડની તપાસ PCB શાખા કરી રહી છે અને ફરાર નીતિન કોટવાણીની શોધખોળ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details