વડોદરામાં વિદેશી દારૂનો જથ્થો ભરેલી 2 કાર સાથે 4 ઈસમોની ધરપકડ - arrests 4 ismo
વડોદરા: જિલ્લા LCB પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, સુરત તરફથી બે જુદી જુદી કારમાં દારૂનો જથ્થો લઈ કેટલાક ઈસમો વડોદરા તરફ આવી રહ્યાં છે. જે માહિતીને આધારે પોલીસે વોચ ગોઠવી કરજણ નેશનલ હાઇવે નંબર 48 પર ટોલનાકા પાસે બાતમી વાળી કાર આવતા બંને કારને અટકાવી હતી. પોલીસે તપાસ હાથ ધરતા વિદેશી દારૂની ભારતીય બનાવટની 72 નંગ પેટીઓ મળી આવી હતી. જેની પૂછપરછ કરતા આ શરાબનો જથ્થો વડોદરાના બુટલેગર જુબેર મેમણને આપવાનો હોવાની માહિતી મળતા જિલ્લા LCBએ 2 કાર સાથે 4 ઈસમોને ઝડપી પાડી 11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.