વડોદરામાં મેયરના વોર્ડમાં જ દૂષિત પાણીની આવક, શહેરીજનોમાં રોષ - news in Contaminated water
વડોદરાઃ શહેરમાં ચોમાસા બાદ હજુ પણ દૂષિત પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત છે. પાણીની લાઇનમાંથી હજુ પણ કેટલાક વિસ્તરોમાં ગંદુ પાણી આવવાથી લોકોના આરોગ્ય પર સંકટ ટોળાઈ રહ્યું છે. જોકે અવાર નવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી ડોહળા પાણીની સમસ્યા યથાવત છે. અને સુભાનપુરા વિસ્તારની સોસાયટીમાં કાદવ જેવું પાણી આવી રહ્યું છે. જોકે આ વિસ્તાર સ્માર્ટ સીટી ગણાતા વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા મેયર ડૉ. જીગીશાબેન શેઠના વોર્ડ હરિઓમ નગર સોસાયટીમાં જ ગંદુ પાણી આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.