વડોદરાના 84 ગામોનાં સરપંચોની બેઠકનું આયોજન, પહોંચ્યા માત્ર 37 - Bhaili
વડોદરાઃ 7 ગામોના વડોદરા કોર્પોરેશનમાં સમાવવા મુદ્દે રાજ્ય સરકારે અડગ વલણ રાખતા ગ્રામ્ય વિસ્તારોમાં રોષ ફેલાયો છે. સરકારના વલણ સામે આંદોલન વધુ ઉગ્ર બનાવાનો નિર્ણય લેવાયો છે. આ દરમિયાન ભાયલી ખાતે 7 ગામોના સમર્થનમાં વડોદરા તાલુકાના 84 ગામોનાં સરપંચોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાં માંડ 37 સરપંચો પહોંચતા અનેક પ્રશ્નો લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે. આ બેઠકમાં છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંગ રાઠવા, અને ડભોઈના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ ઢોલાર ઉપસ્થિત રહ્યા હતા.