રાજકોટમાં વેક્સિનેશન કાર્યક્રમનો શુભારંભ - કોરોના વેક્સિન
રાજકોટ: 1 મેથી રાજ્યમાં 10 જિલ્લાઓમાં 18થી વધુ વયના લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ આજથી કોરોના વેક્સિન આપવાની શરુઆત કરવામાં આવી છે. પ્રથમ દિવસે જ 10 હજાર જેટલા લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારે શહેરમાં હાલ 48 સ્થળોએ વેક્સિન આપવામાં આવી રહી છે. રાજકોટ સહિત રાજ્યના 10 જિલ્લાઓમાં આજથી કોરોના વેક્સિન 18 વર્ષથી વધુની વયના લોકોને આપવામાં આવશે. તેની મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજથી રાજકોટમાં વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે.