લાઉડ-સ્પીકરના ઉપયોગને મર્યાદિત કરવા મુદે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી - Ahemadabad news
અમદાવાદ: શહેરોમાં તહેવાર, લગ્ન પ્રસંગ અને પ્રાર્થનાઓમાં પ્રતિબંધિત વિસ્તારોમાં લાઉડ સ્પીકરના ઉપયોગથી થતાં ધ્વનિ પ્રદુષણ અને હેરાનગતીને લઈને હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજી મુદે જસ્ટીસ એસ.આર. બ્રહ્મભટ્ટ અને એ.પી. ઠાકરની ખંડપીઠે અરજદારને પ્રતિબંધિત વિસ્તારમાં લાઉડ સ્પીકરના ઉપયોગથી થતાં ધ્વનિ પ્રદુષણના પુરાવવા રજુ કરવાનો આદેશ કર્યો હતો. આ મામલે વધુ સુનાવણી 12મી સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે. શાળા-કોલેજ, હોસ્પિટલ, શીશું ગૃહ સહિતના સ્થળો પર લાઉડ સ્પીકરનો ઉપયોગ ન કરવો જોઈએ તેમ છતાં ઉંચા અવાજે લાઉડસ્પીકર, માઈક, ડી.જે સહિતનો ઉપયોગ કરવાથી રહેણાંક વિસ્તારોમાં રહેતા લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે. એટલું જ નહિ શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને પણ હાલાકી ભોગવવી પડે છે.