નમસ્તે ટ્રમ્પઃ અમેરિકી પ્રમુખ ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે, જાણો સ્ટેડિયમની વિશેષતાઓ... - અમદાવાદ ન્યુઝ
અમદાવાદ : વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે, અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ મોટેરા સ્ટેડિયમ તૈયાર થઈ ગયું છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડિયમનું 24 ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન કરશે. જે બાદ સ્ટેડિયમમાં હાજર લોકો સાથે ટ્રમ્પ સંવાદ કરશે. આ સ્ટેડિયમમાં 1,10,000 પ્રેક્ષકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. વર્લ્ડ કલાસ ક્રિકેટ સ્ટેડિયમનો કેવો છે, નજારો અને આ સ્ટેડિયમની શું છે. ખાસિયતો તેના વિશે જાણીએ ETV BHARATના વિશેષ અહેવાલમાં…