અપકમિંગ ગુજરાતી ફિલ્મ "યુવા સરકાર"ના નિર્માતાઓએ રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી - રાજકોટમાં પત્રકાર પરિષદ
રાજકોટઃ હાલ 21મી સદીમાં ગુજરાતી ફિલ્મક્ષેત્રે પણ ઘણાં ફેરફારો જોવા મળી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં યુવા સરકાર નામની ફિલ્મ બનવા જઇ રહી છે. જેને લઇને ફિલ્મના નિર્માણ પહેલા ફિ્લમના પ્રોડ્યુસર અને નિર્માતાઓ સહિતના ફિલ્મી જગત સાથે સંકળાયેલ કલાકારો દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા અભિનેતા મેહુલ બુચ સહિતના દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાતી ફિલ્મક્ષેત્રે થઇ રહેલ બદલાવ અંગે તેણે વધારે માહિતી આપી હતી. આ સાથે જ ફિલ્મ યુવા સરકાર અંગે પણ જણાવ્યું હતું.