મોબાઇલની દુકાનમાં 14 જેટલા મોબાઇલની ચોરી, ત્રણ ઈસમો CCTVમાં થયા કેદ - Vadodara latst news
વડોદરાઃ વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે આવેલા કેયુર મોબાઇલની દુકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો. દુકાનના માલિક કેયુર શાહના કહ્યાં પ્રમાણે તસ્કરો દુકાનના તાળા તોડ્યા વિના શટર ઊંચું કરી ટફન ગ્લાસ તોડીને દુકાનમાં પ્રવેશ્યા હતા અને અંદાજિત 14 જેટલા મોબાઇલની ચોરી કરી પલાયાન થઇ ગયા હતા. તપાસ કરતા હાલ ત્રણ તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા હતા. આ મોબાઇલની દુકાન સહીદ અન્ય ત્રણ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હોવાનું જાણવા મળ્યું હતું. પાણીગેટ પોલીસે આ ચોરીના બનાવમાં એકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
Last Updated : Mar 2, 2020, 12:01 AM IST