દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે એન્ટ્રી લીધી - સુરત મહાનગરપાલિકા
સુરત: 'મહા' વાવાઝોડાની અસરના પગલે બુધવારે રાત્રિથી સુરત સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેને લઇને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં, માંગરોળ 1 ઇંચથી વધુ, ઓલપાડ 11મિ.મી, સુરત, 10મિ.મી, ચોર્યાસી 8 મિ.મી અને કામરેજમાં 3 મિ.મી વરસાદ નોંધાયો છે. કમોસમી વરસાદના પગલે સુરત મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર એલર્ટ થયું છે. જેને લઇને ડુમસ અને સુવાલી બીચ પર જવા પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.