અમરેલીના ખાંભામાં પડ્યો કમોસમી વરસાદ, ઉનાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ - Fear of loss to farmers
અમરેલીઃ જિલ્લાના ખાંભા તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાથી ખેડૂતોમાં ઉનાળુ પાક નિષ્ફળ જવાની ભીતી સર્જાઇ છે. સોમવારે જિલ્લાના ખાંભા ગીરના પચપચીયા,ચકરાવા, કંટાળા, બોરળા, આંબલિયાળા સહિતના ગામોમા કમોસમી વરસાદ વરસ્યો હતો. ઉનાળામાં પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ઉનાળુ પાક અને કેરીના પાકને ભારે નુકશાન થવાની સંભાવના છે.