Unseasonal Rains in Surat : સુરતના વાડી ગામે ભર શિયાળે વરસ્યો કમોસમી વરસાદ - Unseasonal rainfall in Umarpada taluka
સુરત : હવામાન વિભાગની આગાહી મુજબ ઉમરપાડા તાલુકાના વાડી ગામે કમોસમી વરસાદ (Non Seasonal Rain in Wadi village) થતાં ભર શિયાળે બેવડી ઋતુનો અહેસાસ થયો હતો. હવામાન વિભાગ આગાહી કરી હતી કે, દક્ષિણ ગુજરાતમાં 19થી22 જાન્યુઆરી વચ્ચે 40થી50 કિમિ પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે તેમજ કમોસમી વરસાદ વરસશે, ત્યારે સુરત જિલ્લામાં હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે. ઉમરપાડા તાલુકાના વાડી ગામમાં કમોસની વરસાદ (Unseasonal Rains in Surat) વરસ્યો છે. જોકે વધુ વરસાદ ન વરસતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ કમોસમી કોઈપણ પ્રકારના નુકશાનના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી. જો કે, છેલ્લા બે દિવસથી સૂરત જિલ્લામાં વાદળછાયું વાતાવરણમાં વાદળો વચ્ચે સૂર્ય નારાયણ સંતાકૂકડી રમતા હોય તેવું લાગી રહ્યું હતું.