ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞમાં વિસરતી જતી કતપૂતળીની દુર્લભ કલાના દર્શન - ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞ 2019
મહેસાણાઃ જિલ્લાના ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞમાં વિવિધ પ્રદર્શનો વચ્ચે અહીં આવતા પર્યટકોને લુપ્ત થતી જતી કતપૂતળીની દુર્લભ કહી શકાય તેવી કલાકારીના દર્શન થઇ રહ્યા છે. જેમાં મૂળ રાજસ્થાનના વતની કલાકાર દ્વારા વારસાગત મળેલી ઢીંગલા ઢીંગલી, રાજા મહારાજાઓના ખેલ, ધાર્મિક અને રજવાડા સમયની ગાથા પોતાની આંગળીના ટેરવે વિવિધ કતપૂતળીને નચાડી રજૂ કરવામાં આવે છે. ત્યારે કેટલાક લોકો માટે આ ખેલ આજે પ્રથમ વાર જોવા મળ્યો હોવાનો અનુભવ કરી રહ્યા છે. તો નાના ભૂલકાઓ મોબાઈલ અન ટેલિવિજનની દુનિયા પર રહેલી આ કલાનો રૂબરૂ આનંદ માનતા ખુશીમાં ઘેલા બન્યા છે.