ગુજરાત

gujarat

ETV Bharat / videos

ઊંઝા APMC વધુ એક અઠવાડિયું બંધ, શહેરના બજારો 2 વાગ્યા સુધી ખુલ્લા રહેશે - ઊંઝા APMC

By

Published : Jul 27, 2020, 4:38 PM IST

મહેસાણાઃ ઊંઝા APMC દ્વારા કોરોના વાઇરસના વધતા જતા સંક્રમણને અટકાવવા ના ભાગ રૂપે વેપારીઓને વધુ એક વખત સપ્તાહનું સ્વયંભૂ લોકડાઉન પાડવા અપીલ કરવામાં આવી છે. જેને પગલે આજે વહેલી સવારથી જ ઊંઝા APMCમાં સ્વયંભૂ લોકડાઉનનાં સમર્થન વ્યવહારો બંધ રહ્યા હતાં. ઊંઝામાં આવેલા એશિયાના પ્રથમ શ્રેણીના માર્કેટયાર્ડમાં જીરું, વરિયાળી અને ઇસબગુલ સહિતની ખેત પેદાશોનો કરોડોનો વ્યાપાર થતો હોય છે જ્યાં હજ્જારો શ્રમિકો માર્કેટયાર્ડમાં મજૂરી કામ થકી પોતાનું પેટિયું રડતા હોય છે પરંતુ કોરોના વાઇરસના વધતા જતા સંક્રમનને જોતા ઊંઝા APMC અને વેપારી આગેવાનો દ્વારા આગામી 2 ઓગસ્ટ સુધી વધુ એક અઠવાડિયા માટે APMCમાં જાહેર વેપાર અને હરાજી સહિતની તમામ કામગીરી બંધ રાકી સ્વયંભૂ લોકડાઉન રાખવા નિર્ણય લેવાયો હતો. આજે છેલ્લા 7 દિવસથી ઊંઝા APMCમાં કરોડોનો વેપાર બંધ કરી દેવાયો છે અને વધુ એક સપ્તાહ માટે લોકડાઉન કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details