બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ - પાલનપુરના તાજા સમાચાર
બનાસકાંઠાઃ બુધવારે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો હતો. બુધવારે વહેલી સવારથી ભારે ઉકળાટ અને બફારાનો લોકોએ અનુભવ કર્યો હતો. જો કે, બાદમાં મોડી સાંજે ડીસા, પાલનપુર, વાવ, થરાદ, લાખણી સહિતના વિસ્તારોમાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ડીસા અને વાવમાં ધોધમાર વરસાદ થતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેથી વાહનચાલકોને નાની મોટી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ બન્યા હતા.