મોડાસામાંથી ઝડપાયો અનોખો ચોર, ફકત ટ્રેક્ટરની ટ્રોલી જ ચોરતો હતો - Modasa
અરવલ્લી: અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉન પોલીસની સર્વેલન્સ ટીમે ટ્રેકટરની ટ્રોલીની ચોરી કરતા અનોખા ચોરને ઝડપીને ટ્રોલીની ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. 7 માર્ચે મોડાસાના હજીરા વિસ્તારમાં આવેલા મોડાસા એગ્રિકલચર વેલ્ડિંગ વર્ક્સ નામના કારખાના પાસે ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી થઈ હતી. જેની ફરિયાદ ટાઉન પોલીસ સ્ટેશને નોંધવામાં આવી હતી. મોડાસા ટાઉન પોલીસે ચોરીના ટ્રેલર સાથે ઝડપાયેલા પપ્પુ રામલાલ કટારાની સઘન પૂછપરછ કરતા ટ્રેક્ટર પણ રાજસ્થાનમાંથી એક અઠવાડિયા પહેલા ચોરેલ હતું. આ અગાઉ પણ આ આરોપી ટ્રેક્ટર-ટ્રેલર ચોરી કેસમાં અને લૂંટમાં અઢી વર્ષ સુધી જેલવાસ ભોગવી ચુક્યો હોવાનું સ્વીકાર્યું હતું. મોડાસા ટાઉન પોલીસે ટ્રેક્ટર સહિત રૂપિયા 57000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.