મહાશિવરાત્રી પર સોમનાથમાં મુસ્લિમ સજીંદાઓની અનોખી શિવભક્તિ - ત્રિ-દિવસીય લોકરંગ મહોત્સવ
ગીર સોમનાથ : સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પાવન પર્વ પર યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ત્રિ-દિવસીય લોકરંગ મહોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજસ્થાનના અલવરના મુસ્લિમ બિરાદરોએ શિવભક્તિના ભજનો ગાઈ અને વાતાવરણને ભક્તિપૂર્ણ બનાવ્યું હતું. જયારે એક તરફ સમાજમાં છાશવારે કોમી વયમનસ્યના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે સોમનાથમાં શિવરાત્રી નિમિતે યોજાયેલ ત્રિ-દિવસીય લોકરંગ કલા મહોત્સવમાં રાજસ્થાનના અલવરના મુસ્લિમ સજીંદાઓએ શિવ ભજન પ્રસ્તુત કરી અને કોમી એકતાની અનોખી મિસાલ પ્રસ્તુત કરી હતી.