લોકડાઉન વચ્ચે કચ્છભરમાં પશુ-પંખીઓ માટે જીવદયા પ્રેમીઓની અનોખી સેવા - corona effect in bhuj
ભૂજઃ કોરોનાના કહેર વચ્ચે સમગ્ર દેશમાં જ્યારે લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે, ખાસ કરીને શહેરની શેરીઓમાં તેમજ સોસાયટીમાં રખડતા પશુ-પંખીઓ માટે ભુજના સુપાર્શ્વ જૈન મંડળ સહિતની વિવિધ સંસ્થાઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા લીલોચારો પશુ પંખીઓને ચણ સહિતની સેવા કરવામાં આવી રહી છે. સમગ્ર શહેર જ્યારે લોકડાઉન હોય ત્યારે સ્વાભાવિક રીતે રખડતા પશુ-પંખીઓને ખોરાક મળવો ખૂબ જ મુશ્કેલ બની રહેતો હોય છે.