અમદાવાદના કુમકુમ મંદિર ખાતે અનોખી રંગોળી બનાવવામાં આવી - Ahmedabad today news
અમદાવાદઃ નવરાત્રી પૂરી થતાની સાથે જ હિન્દુઓ દ્વારા દિવાળીની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. જેમા ઘરના રંગ-રોગાન કરાવવામાં આવે છે તેમજ અવનવી વાનગીઓ બનાવીને તેની પણ તૈયારીઓ શરૂ કરવામાં આવે છે. દિવાળીને હર્ષભેર બનાવવાના આશ્રયથી અમદાવાદ સ્થિત કુમકુમ મંદિર ખાતે રંગોળી કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વની શાંતિ માટે કુમકુમ મંદિર દ્વારા 10 ફૂટ બાય 10 ફૂટની ભવ્ય રંગોળી બનાવવામાં આવી હતી. ખૂબ જ આકર્ષક રંગોળીના કલર દ્વારા બનાવવામાં આવેલા ભવ્ય રંગોળીને જોવા માટે ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. ત્યારે ફક્ત હિન્દુ સમાજ માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વની શાંતિ માટે રંગોળી દ્વારા પણ એક ઉમદા પ્રયાસ અને ભાવના વ્યક્ત કરવા કુમકુમ મંદિરના બાળકો દ્વારા તૈયાર કરાઈ હતી.
Last Updated : Oct 16, 2019, 2:39 AM IST