વડોદરામાં આવાસની માગ સાથે અનોખો વિરોધ, કાઉન્સિલરને પુષ્પગુચ્છ સાથે બંગડીઓ આપી... - demanding accommodation in Vadodara
વડોદરાઃ શહેરના વારસિયા સંજયનગરના સ્થાનિકોના બાકી ભાડા અને આવસોની માગ સાથે છેલ્લા 2 સપ્તાહ ઉપરાંતથી ધરણાં કરી વિરોધ નોંધાવી રહ્યાં છે. શનિવારે સંજયનગરની સ્થાનિકો મહિલાઓએ પાલિકાના શાસક પક્ષના નેતા અને કાઉન્સિલર કેતન બ્રહ્મભટ્ટની વારસિયા સ્થિત ઓફિસ પહોંચી વિસ્તારના જ લોકોને બેઘર કરવા તેમજ આવસો નહીં ફાળવ્યા મુદ્દે ગાંધીગીરી કરી પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા અને તાળીઓ વગાડી કટાક્ષ રૂપે આક્રોશ ઠાલવ્યો હતો, ત્યારબાદ રજુઆત વેળાએ શાસક પક્ષના નેતાના ટેબલ પર બંગડીઓ મૂકીને વિરોધ દર્શાવ્યો હતો. આપવામાં આવતું ભાડું વધારવામાં આવે તેવી માંગ કરી હતી.