રાજકોટમાં વીજ બીલ મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ - વીજ બીલ મુદ્દે કોંગ્રેસનો વિરોધ
રાજકોટઃ શહેર કોંગ્રેસ દ્વારા મંગળવારે વીજ બીલની કચેરી ખાતે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં PGVCLના અધિકારીઓને ફાનસ આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસની મહામારીમાં લોકડાઉન હોવાથી મોટાભાગના લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આવામાં વીજ કંપનીઓ દ્વારા ગ્રાહકોને વીજ બીલ આપીને 31 જૂન સુધીમાં ભરવાની અને વીજ બીલ નહીં ભરાવા પર કનેક્શન કાપવાની ચીમકીને લઈને રાજકોટ કોંગ્રેસ દ્વારા મંગળવારે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં કોંગી નેતા જશવંતસિંહ ભટ્ટી, રણજીત મૂંધવા સહિતના નેતાઓ જોડાયા હતા.