ભરૂચમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા રમઝાન ઈદના પર્વની અનોખી ઉજવણી, જૂઓ વીડિયો...
ભરૂચઃ કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે ભરૂચમાં વસતા દાઉદી વ્હોરા સમાજ દ્વારા રમઝાન ઈદના પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. સોશિયલ ડીસ્ટન્સ જાળવવા એક બીજાને ગળે મળવાના બદલે વીડિયો કોલિંગનાં માધ્યમથી ઇદના પર્વની મુબારક બાદી પાઠવાઈ હતી. ઈદ નિમિત્તે વ્હોરવાડમાં ભરાતો મેળો પણ મોકૂફ રાખવામાં આવ્યો હતો.