સોમનાથમાં PM મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી, કોરોનાથી મૃત્યુ પામેલા લોકોનું મોદી સેનાએ કર્યું પિતૃતપર્ણ - ગીર સોમનાથમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી
ગીર સોમનાથ: આજે એટલે કે ગુરુવારે વડાપ્રધાન મોદીનો 70મો જન્મદિવસ છે, ત્યારે ત્યારે રાજકોટ સ્થિત નમો સેના નામના સંગઠને ગીર સોમનાથ જિલ્લામાં વડાપ્રધાન મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. જેમાં સોમનાથ નજીક આવેલી ત્રિવેણી સંગમ ખાતે સમગ્ર વિશ્વમાં કોરોનાને કારણે મૃત્યુ પામનારા લોકોના આત્માને સદગતી આપવા માટે સામૂહિક પિતૃતર્પણનું આયોજન કરાયું હતું.