સંસદના ચોમાસુ સત્રમાં સંઘપ્રદેશના સાંસદે પાકિસ્તાનમાં ફસાયેલા માછીમારોને છોડાવવાની માંગ કરી - Union Territory MP
સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે, જેમાં સંઘપ્રદેશના સાંસદ લાલુભાઇ પટેલે જણાવ્યું હતું કે, આજે 270 માછીમારો તેમજ લગભગ 1200 બોટ પાકિસ્તાનના કબ્જા હેઠળ છે. જે ગુજરાત, મહારાષ્ટ્ર અને દમણ તેમજ દિવના માછીમારો છે. ત્યારે વિદેશપ્રધાનને નિવેદન છે, કે તેઓ પાકિસ્તાન સાથે વાત-ચિત કરીને આ માછીમારોને છોડાવવાની પ્રક્રિયા શરૂ કરે જેથી માછીમારોના પરિવારોને પડી રહેલી મુશ્કેલીઓ દૂર થાય.