ગુજરાત

gujarat

ETV Bharat / videos

atal tinkering lab: ઓલપાડના ટકારમા ખાતે શાળાના લેબનું ઉદ્ઘાટન, કેન્દ્રીય અને રાજ્યકક્ષાના પ્રધાનો રહ્યા હાજર - Atal Tickering Lab

By

Published : Oct 9, 2021, 5:05 PM IST

સુરત: કેન્દ્રીય ટેક્સટાઇલ પ્રધાન દર્શના જરદોશ અને રાજ્યના કૃષિ પ્રધાન મુકેશ પટેલ આજે 9 ઓક્ટોબરે સુરત જિલ્લાના પ્રવાસે છે. તેઓ ઓલપાડ તાલુકાના ટકારમા ગામે સરકારી હાઈસ્કૂલમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સરકારી શાળાના અત્યાધુનિક ટેક્નોલોજી દ્વારા 10 લાખની રકમથી અટલ ટિકરિંગ લેબ વિકસાવામાં આવી છે. તેના લોકર્પણ પ્રસંગે પ્રધાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુકેશ પટેલે આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓને ખાનગી શાળા જેવી જ સુવિધા અને ઉત્તમ શિક્ષણ સરકાર થકી મળી રહે તે માટે પ્રયત્નશીલ છે તેમજ વિદ્યાર્થીઓના હિતમાં જે પણ નિર્ણય કરવા પડે તે માટે સરકાર કટિબદ્ધ હોવાનું જણાવાયું હતું.

ABOUT THE AUTHOR

...view details