રાજકોટઃ વિરડા વાજડી ગામ નજીક અજાણ્યા ઇસમોએ કરી યુવાનની હત્યા - મોહમ્મદ જશીમ શાહ
રાજકોટઃ શહેરના કાલાવડ રોડ પર આવેલા વિરડા વાજડી ગામ નજીક પંચર કરવાનું કામ કરતા મૂળ બિહારના 27 વર્ષીય યુવાનની અજાણ્યા ઇસમ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી. શુક્રવાર વહેલી સવારે મોહમ્મદ જશીમ શાહ નામના યુવાનની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી હતી. FSLની ટીમ પણ તપાસ માટે ઘટના સ્થળે પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, મૃતક પરણિત છે અને બે સંતાનોનો પિતા છે.