આણંદમાં મોબાઈલ ટાવર પરથી અજાણ્યા શખ્સે મારી મોતની છલાંગ - આણંદ સમાચાર
આણંદઃ સરદાર ગંજ વિસ્તારમાં ફાયર સ્ટેશન સામે આવેલા મોબાઈલ ટાવર પરથી કોઈ અજાણ્યા શખ્સે કૂદકો મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. જે ઘટના સ્થળે હાજર હોવા છતાં પણ આ વ્યક્તિને બચાવવામાં નિષ્ફળ નીવડ્યા હતા. ટાવર પરથી કૂદી પડનાર શખ્સ સીધો જમીન પર પટકાયો હતો. જેને તાત્કાલિક સારવાર માટે આણંદ નગરપાલિકા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટર દ્વારા અજાણ્યા શખ્સને મૃત જાહેર કરવા આવ્યો હતો.