ભાવનગરમાં સ્વચ્છતા મિશન અંતર્ગત "સ્વચ્છ મારી શેરી" કાર્યક્રમ યોજાયો - ભાવનગરમાં ગાંધી 150મી જન્મજયંતિની ઉજવણી
ભાવનગર: જિલ્લાના ઘોઘા ગામમાં "સ્વચ્છ શેરી મારી" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રમાલોકોએ વડાપ્રધાન મોદીના સ્વચ્છતા મિશનને પોતાનું બનાવી ગામને સ્વચ્છ રાખવાનો નિર્ણય લીધો છે. ગાંધી 150 જન્મજયંતિ અંતર્ગત લોકોએ ગામમાં અનેક રંગોળી તૈયાર કરી હતી. જેમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા અને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત અભિયાનને હાઈલાઈટ કરવામાં આવ્યું હતું. "સ્વચ્છ શેરી મારી" અંતર્ગત શહેરના તમામ વોર્ડની શેરીઓમાં સાફ-સફાઈ કરીને સજાવવામાં આવી હતી. જેના નિરીક્ષણ માટે ડેપ્યુટી કલેક્ટર, ડીડીઓ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.