ગુજરાત

gujarat

ETV Bharat / videos

ચોટીલાના ગુંદા ગામે સેઢાની તકરારમાં કાકા ભત્રીજાની હત્યા - Uncle killed nephew

By

Published : Jul 3, 2020, 9:09 AM IST

સુરેન્દ્રનગર : જિલ્લામાં દિન પ્રતિદિન હત્યા, લૂંટ, ફાયરિંગના બનાવો છાશવારે બનતા રહે છે. તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જાય છે. ત્યારે ચોટીલા તાલુકામાં આવેલા ગુંદા ગામે ધોળા દિવસે ડબલ મર્ડરની ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. આ બનાવમાં સેઢાની તકરારમાં બે પરિવાર વચ્ચે ઝગડો થતાં કુહાડી અને ધારીયા જેવા હથિયારો વડે હુમલો કરતા બંને કાકા અને ભત્રીજાના મોત નિપજ્યા હતા. જેમાં ત્રણથી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે DYSP સહિતનો પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details