‘વાયુ’ વાવાઝોડાની અસર વચ્ચે ગીરસોમનાથ જિલ્લો અડીખમ - gujaratinews
ગીરસોમનાથ: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર નજીક આવેલા અરબી સમુદ્રમાં વાયુ વાવાઝોડાના પગલે ધસમસતા મોજાઓ પ્રચંડ શક્તિ સાથે પથ્થરો સાથે અથડાઈને ઘૂઘવાટ કરી રહ્યાં છે. ત્યારે એક તરફ વાયુ વાવાઝોડું ગુજરાતથી દુર જઇ રહ્યાંના સમાચાર મળી રહ્યા છે. તેમ છતાં પણ વાયુની અસર હેઠળ ભારે ગતિમાં પવન અને વરસાદે ગીરસોમનાથના મુખ્યમથક વેરાવળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં તબાહી મચાવી છે. સોમનાથ ટ્રસ્ટના મેનેજર વિજય ચાવડાએ કહ્યું કે, સોમનાથ મંદિરના કાર્યક્રમ યથાસ્થિતિ ચાલુ જ રહેશે. તો સાથે જ સોમનાથ મહાદેવને આ વાયુ વાવાઝોડાના સંકટમાંથી બચવાની કામના સાથે ઘીનો અભિષેક કર્યો હતો.