5 Years Of Unakand : ઉનાકાંડના 5 વર્ષ પૂર્ણ છતાં હજુ પીડિતોને ન્યાય નહીં, જાણો શું કહ્યું પરિવારે... - Chief Secretary of State
ગાંધીનગર: વર્ષ 2015માં થયેલા ઉનાકાંડ મામલે સમગ્ર દેશમાંથી પ્રત્યાઘાતો પડયા હતા. જેમાં તત્કાલીન ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે ઉનાકાંડમાં પીડીતોને ન્યાય આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત તમામ લોકોને જમીન, સરકારી નોકરી જેવી સહાય માટેની પણ જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ઉનાકાંડના પાંચ વર્ષ (Unakand 5 Years Of Completed) પૂર્ણ થઇ ગયા હોવા છતાં પણ સરકાર તરફથી કોઇ સુવિધા અને સહાય મળી ન હોવાના આક્ષેપ સાથે બુધવારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ (National Dalit Rights Forum) દ્વારા રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારને (Chief Secretary of State) એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે આ ઉપરાંત દલિત અધિકાર મંચના એક વ્યક્તિ છેલ્લા પાંચ વર્ષથી જેલમાં સજા ભોગવી રહ્યો છે. તેમને નાતો જામીન મળી રહી છે કે કોઈ આગળ કાર્યવાહી થઇ રહી છે. ત્યારે આ બાબતે પણ રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણ નિર્ણય કરે તેવી માંગ કરવામાં આવી છે અને જો રાજ્ય સરકાર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી નહી કરવામાં આવે તો આગામી દિવસોમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના અધ્યક્ષ સ્થાને ઉનાથી ગાંધીનગર સુધી પગપાળા રેલી યોજીને સરકારનો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.