ઉકાઈ ડેમની ભયજનક સપાટી, 10 દરવાજા ખોલાયા
તાપીઃ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમમાં પાણીની આવક વધારો થતા રવિવારે ઉકાઈ ડેમની જળ સપાટીની વાત કરીએ તો ભયજનક સપાટી 345 ફૂટ છે ત્યારે ઉપરવાસમાં વરસી રહેલા કમોસમી વરસાદના કારણે ડેમમાં 10,967 ક્યુસેક પાણીની આવક થતા ઉકાઈ ડેમની સપાટી 344.94 ક્યુસેક ત્યારે રવિવારે સવારથી ડેમના 6 દરવાજા 3 ફૂટ અને 4 દરવાજા 3.5 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે અને 80,812 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે તાપી નદી પ્રભાવિત થઈ છે, અને બંને કાંઠે વહેતી થઈ છે.