વલસાડ: ઉદવાડા રેલવે ફાટક ઉપર બાઈક ચાલકને ઉતાવળ પડી ભારે - Accident news
વલસાડ: ઝડપની મજા અને મોતની સજા એ કહેવતને સાર્થક કરતો કિસ્સો સામે આવ્યો. ઉદવાડા આવેલા રેલવે ફાટક ઉપર બાઈક ચાલકને ઉતાવળ કરવી ભારે પડી ગઈ જ્યારે ફાટક બંધના સમયે ઉતાવળની લાહ્યમાં નીકળવા જતા ફાટક સાથે અથડાય પડતા બાઈક ચાલક નીચે પટકાયો હતો. માથાના ભાગે ગંભીર ઈજાઓ પોંહચી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો જોતજોતામાં સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો અનેક લોકો ઝડપની મજા મોતની સજાના સ્લોગન સાથે વીડિયો ફરતો થઈ ગયો હતો.