જામનગરના દરિયા કિનારે બે નંબરનું સિગ્નલ લગાવાયું, દરિયો ન ખેડવા સૂચના અપાઈ - ગુજરાત મેરિટાઇમ બોર્ડ
જામનગર: અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા જામનગરના બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જામનગરમાં, સિક્કા, સલાયા, બેડી, અને નવા બંદર પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જામનગર પથકના માછીમારો દરિયો ખેડવા ન જાય તે માટે તમામ માછીમારોને સૂચના આપવામાં આવી હતી. સોમાલિયા પાસે અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે જેથી દરિયામાં ભારે પવનની શકયતા છે.આ કારણે ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા માછીમારોને એલર્ટ રહેવા સૂચના આપતાં દરિયો ન ખેડવા જણાવાયું છે. જે માછીમારો દરિયો ખેડવા ગયા નથી તેઓ પોતાની બોટ બંદર પર લાંગરી દે અને દરિયામાં રહેલા માછીમારો સાવધાન રહે તેવી સૂચના પણ આપવામાં આવી છે.