ગુમ થયેલી બે સગીર બહેનો મહેસાણા રેલવે સ્ટેશન પરથી મળી - Mehsana railway station
મહેસાણા: કાકાના ઘરે ગયેલી બે સગીર વયની બહેનો બુધવારે દૂધસાગર ડેરી સામેથી ગુમ થઈ હતી. સગીરાઓ ગુમ થયાના 21 કલાક બાદ તેઓ મહેસાણા રેલવે સ્ટેશને પ્લેટફોર્મ પર મળી આવતા પોલીસ રેલવે સ્ટેશન પહોંચી હતી. જ્યાંથી આ સગીરાઓને બી-ડિવિજન પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં માતાના મૃત્યુ બાદ પિતા વ્યસન કરી માર મારતા હોવાનો અને કાકાના ઘરે રહેવાથી કાકા ત્રાસ આપતા હોવાનો આક્ષેપ સગીરાઓ લગાવ્યો હતો. પોલીસે તેમના પરિવારને હેરાનગતિ કે કોઈ નુકસાન ન પહોંચાડવાની ટકોર કરી જરૂરી સૂચનો બાદ સગીરાઓને તેમના પરિવારને સોંપી દીધી હતી.