પોરબંદર ખારવા ચિંતન સમિતિ 2 કિલો ચાંદી અયોધ્યાના રામમંદિર માટે મોકલાશે, પૂજન વિધિ કરાઈ - પોરબંદર લેટેસ્ટ ન્યૂઝ
પોરબંદરઃ આજે બુધવાર અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય નિર્માણનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે, ત્યારે પોરબંદરમાં ખારવા ચિંતન સમિતિ દ્વારા અયોધ્યા મંદિર નિર્માણમાં બે કિલો ચાંદી અર્પણ કરવાનો નિર્ણય લેવાયો હતો. જે એકત્રિત થઇ જતાં આજે પોરબંદર નજીકના ગોરખનાથ મંદિરના મહંત છોટુનાથ બાપુના હસ્તે બે કિલો ચાંદીની પુજા વિધિ કરવામાં આવી હતી. રામ જન્મભૂમિ પર રામ મંદિર બનવાનું સ્વપ્ન સાકાર થતાં લોકોએ ખુશી વ્યક્ત કરી હતી.