ફરીદાબાદ વિદ્યાર્થીનીની હત્યા મામલે દ્વારકાવાસીઓએ શ્રદ્ધાંજલિ આપી આરોપીને કડક સજાની કરી માંગ - gujaratinews
દેવભૂમિ દ્વારકા: હરિયાણાની વિદ્યાર્થીની ઉપર જાહેરમાં હુમલો કરી હત્યાના બનાવના પડઘા યાત્રાધામ દ્વારકા સુધી પડ્યા છે. હિંદુ ધર્મ નગરી યાત્રાધામ દ્વારકાના રહેવાસીઓ મહિલાઓ અને યુવાનો દ્વારા વિદ્યાર્થીની આત્માને શાંતિ મળે તે માટે મૌન પાડી અને દીપ પ્રગટાવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી હતી કે, વિદ્યાર્થીનીની આત્માને શાંતિ મળે. જેમ બને તેમ ઝડપથી આરોપીને કડકમાં કડક સજા થાય.