વાપી હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બે ભાઈઓના મોત - Latest news of valsad
વાપીઃ સોમવારે રાત્રે વાપી હાઇવે પર એક બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે સગા ભાઈઓનાં મોત થતાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.મળતી વિગત મુજબ, વાપીમાં પેલીલોન ચોકડી પાસે મુંબઈ અમદાવાદ હાઇવે બ્રિજ પર સેલવાસના બે સગા ભાઈ મોપેડ પર જઈ રહ્યા હતાં. ત્યારે ધસમસતા આવેલા કાર ચાલકે તેઓને અડફેટે લેતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને પહેલા ચલા સરકારી હોસ્પિટલ અને તે બાદ વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં બંને ભાઈઓ મોતના થયા હતાં. મૃતક બંને ભાઈઓનાં નામ અભિષેક અને સૌરભ હતાં. જેઓ સેલવાસના રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા હતાં. ઘટનાની જાણ પરિવારને થતાં આક્રંદ સાથે ગમગીનીનો માહોલ છવાયો હતો. જ્યારે આરોપી કાર ચાલક યતીન લાડની GIDC પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.