સુરતમાં આઈસર ટેમ્પોમાં દારૂની હેરાફેરી કરતા બે ઇસમની ધરપકડ - gujarat police
સુરત : ન્યુ યર પહેલા આઈસર ટેમ્પોમાં દારૂની હેરાફેરી કરી રહેલા બે ઇસમોને પીસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા અને પોલીસે આઈસર ટેમ્પો, દારૂ અને મોબાઈલ મળી કુલ 19.05 લાખની મત્તા પણ કબ્જે કરી છે. પોલીસે આ ઘટનામાં બે ઇસમોને વોન્ટેડ પણ જાહેર કર્યા છે અને હાલમાં આ મામલે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.