ગુજરાત

gujarat

ETV Bharat / videos

અરવલ્લી સબ જેલમાં આરોપીઓને વીડિયો કોન્ફરન્સથી કોર્ટમાં રજૂ કરાયા - Aravalli latest news

By

Published : Mar 19, 2020, 9:21 PM IST

અરવલ્લીઃ કોરોના વાયરસને પગલે 31 માર્ચ સુધી રાજ્યની તમામ કોર્ટમાં ફક્ત અરજન્ટ મેટર ઉપર જ સુનાવણી હાથ ધરવામાં આવશે. રજિસ્ટ્રાર જનરલના પરિપત્ર થકી ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે અને રાજ્યની તમામ કોર્ટમાં ફકત અરજન્ટ મેટર પર જ સુનવણી હાથ ધરવામાં આવશે જેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. આ સંદર્ભે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં આવેલી સબજેલ પ્રશાસન દ્વારા ટેકનોલોજીના સહારે મહત્વનો નિર્ણય લઇ વિવિધ ગુનામાં જેલમાં સજા ભોગવી રહેલા 12 જેટલાં આરોપીઓને વીડિયો કોન્ફરન્સથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details