સુરતમાં ઓલિવ રીડલી જાતિના મહાકાય દરિયાઈ કાચબાનું રેસ્ક્યુ કરાયું - એનિમલ ફ્રેન્ડ સંસ્થા
સુરત : એનિમલ ફ્રેન્ડ સંસ્થા દ્વારા ઓલિવ રીડલી જાતિનો મહાકાય દરિયાઈ કાચબા ને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. સુરત વન વિભાગના સહયોગ થી એનિમલ ફ્રેન્ડ સંસ્થાના સ્વયંમ સેવક યતિન પરમાર અને ધવલ ભંડારી સ્થળે ઘટના સ્થળે પહોચી કાચબા ને આબાદ બચાવવામાં આવ્યો હતો. કાચબાને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.આ મહાકાય 16 કિલો વજનવાળું દરિયાઈ કાચબાની ઉંમર અંદાજિત 50 વર્ષ કરતા પણ વધારે માનવામાં આવે છે. સંસ્થાના કહેવા પ્રમાણે તે દરિયાઈ પ્રવાહમાં તણાઈ આવ્યો હોય તેમ માનવામાં આવે છે. ઓલિવ રેડલી જાતિના દરિયાઈ કાચબા ઓરિસ્સાના દરિયા કાંઠે વધુ જોવા મળે છે.