કાલોલના વેજલપુરમાં 5 વર્ષ માટે અશાંતધારો લાગુ, જાણો કેમ? - Panchmahal letest news
પંચમહાલઃ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામ 5 વર્ષ માટે અશાંતધારો લગાવામાં આવ્યો છે. 5 ફેબ્રુઆરી 2020થી લઈને 5 ફેબ્રુઆરી 2025 સુંધી આ કાયદો રહેશે. વેજલપુરમાં છેલ્લા ઘણા સમયથી હિન્દુ વિસ્તારોમાં લઘુમતીઓ દ્વારા હિન્દુઓની મિલકતો ખરીદવાનો દોર ચાલી રહ્યો હતો. જેને લઈ હિન્દુ વિસ્તાર ઓછો થઈ રહ્યો હતો. જેને લઈને હિન્દુ સંગઠનો અને વેજલપુરના સ્થાનિક હિન્દુ આગેવાનો દ્વારા અશાંત ધારો લાગુ કરવામાટે સરકારમાં રજૂઆત કરી હતી. જેને લઈ સરકાર દ્વારા વેજલપુરના 35 વિસ્તારના સર્વે નંબરોમાં અશાંતધારો લાગુ કરી દેવામાં આવ્યો છે.