ડાકોરમાં બંધ બારણે કરાઇ હતી તુલસી વિવાહની ઉજવણી - God awoke eleven
ખેડાઃ દેવ ઉઠી અગિયારસ નિમિત્તે ડાકોર રણછોડરાયજી મંદિર ખાતે તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ કોરોના મહામારીને પગલે પરંપરાગત રીતે મંદિરમાં ઉજવાતો તુલસી વિવાહ ઉત્સવ બંધબારણે ઉજવાયો હતો. જિલ્લામાં વધતા સંક્રમણને લઈ ટેમ્પલ કમિટિ દ્વારા પહેલેથી જ તુલસી વિવાહ અને દેવદિવાળીની બંધ બારણે ઉજવણી કરવાનો નિર્ણય કરાયો હતો. જે મુજબ ભાવિકોનો મંદિરમાં પ્રવેશ બંધ રાખવામાં આવ્યો હતો.