પાટણમાં નવા કાળકા મંદિરમાં તુલસી વિવાહ યોજાયા
પાટણઃ દિવાળીના પાંચ સંપુટ પૂર્ણ થયા બાદ કારતક સુદ અગિયારસ દેવ ઉઠી અગિયાર તરીકે ઓળખાય છે. આ દિવસે તુલસી વિવાહનું ખૂબ મહત્વ છે, ત્યારે શહેરના વિવિધ મંદિરો, મહોલ્લા, પોળો, સોસાયટીઓમાં તુલસી વિવાહ ધામધૂમ પૂર્વક કરવામાં આવ્યા હતા. પાટણમાં રાણીની વાવ રોડ પર આવેલ નવા કાળકા મંદિરમાં તુલસી વિવાહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધા અને ભક્તિ સાથે તુલસી વિવાહનો દિવ્ય ઉજવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ તુલસી વિવાહમાં ઉપસ્થિત રહ્યા હતા. કારતક સુદ અગિયારસનું અનેરું મહત્વ શાસ્ત્રોમાં વર્ણવાયેલું છે.