ખાંડ ભરેલી ટ્રક ભેખડ સાથે અથડાઈ, ડ્રાઈવર-કંન્ડક્ટરનો આબાદ બચાવ - સાપુતારા
ડાંગઃ મહારાષ્ટ્રથી રાજકોટ ખાંડ ભરીને જઈ રહેલી ટ્રક નંબર GJ TV 7369ની સાપુતારાના ઘાટમાં અચાનક બ્રેક ફેલ થઈ ગઈ હતી. જેથી ટ્રક રસ્તાની બાજુની ભેખડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ટ્રક ચાલકે બેકાબુ બની ગયેલા ટ્રકને ક્લીનર સાઈડથી અથડાવતા ટ્રકને ઘણું નુકસાન થયુ હતું. જ્યારે અકસ્માતમાં ડ્રાઈવર અને ક્લીનરને નાની મોટી ઈજા થઈ હતી.