Truck Accident In Mehsana:ખેરાલુ શિતકેન્દ્ર નજીક ડમ્પર પલટી મારતા 2 લોકોના મોત, 3 ઘાયલ - ખેરાલુ પોલીસ સ્ટેશન
મહેસાણા જિલ્લાના ખેરાલુ શહેર ખાતે આવેલ શીત કેન્દ્ર નજીક સિદ્ધપુર તરફથી આવતા ડમ્પરના ચાલકે કાબુ ગુમાવતા ડમ્પર પલટી (dumper overturns near Kheralu mehsana) મારી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ભોગ બનનાર 5 પૈકી 2 બાઇક સવારોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 3 ઇજાગ્રસ્તોને 108ની મદદથી ખેરાલુ અને વડનગર સિવિલ હોસ્પિટલ પ્રાથમિક સારવાર આપી, અને અતિ ઇજગ્રસ્ત વ્યક્તિને મહેસાણા ખાતે રીફર કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય અને ખેરાલુ પોલીસની ટીમ (Local MLA and Kheralu police team) ઘટના સ્થળે દોડી આવી રાહત કામગીરી હાથ ધરી હતી.