પોરબંદરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ - Porbandar News
પોરબંદર: 23 માર્ચ શહીદ દિન નિમિત્તે પોરબંદરમાં અંધજન ગુરુકુળ ખાતે ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો તથા તમામ સભ્યોએ શહીદોના ફોટા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખાના સહમંત્રી નવનીતભાઈ સોનીએ રાજગુરુ, ભગતસિંહ અને સુખદેવની બહાદુરીની યશગાથા વર્ણવી હતી અને તેઓની ફાંસીના પ્રસંગને યાદ કરીને આ શહાદત ક્યારેય ભારતીયોએ ભૂલવી ન જોઈએ અને ભારત દેશ પ્રત્યે હંમેશા સમર્પિત રહેવું જોઈએ, તેમ જણાવ્યું હતું.