ગુજરાત

gujarat

ETV Bharat / videos

ચીખલી તાલુકામાં આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની કરાઇ ઉજવણી - etv bharat news

By

Published : Aug 10, 2019, 2:08 AM IST

નવસારી: જિલ્લાના ચીખલી તાલુકાના જાગૃતિ વિદ્યાલય, રુમલા ખાતે આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નવસારીના સાંસદ સી.આર.પાટીલે કનસરી દેવી-બિરસા મુંડાના પુજનવિધિ સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉજવણીના પ્રસંગે સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આજે દેશમાં શિક્ષણનું મહત્વ સમજતો હોય તો તે આદિવાસી સમાજ છે. આદિવાસી સમાજ દ્વારા પ્રાણીઓનું પણ જતન કરવામાં આવ્યું છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ આદિવાસીઓનું યોગદાન અનેરું રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આદિવાસીઓ માટે કેન્દ્ર સરકારની મોટી યોજનાઓ પણ અમલમાં મુકવામાં આવી છે. આ ઉપરાતં કાર્યક્રમમાં આદિવાસી સમાજના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે કિટ પણ એનાયત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details