માંગરોળ તાલુકામાં સામાજિક વનીકરણ ડિવીઝન ગીર સોમનાથ અંતર્ગત વૃક્ષારોપણ કરાયું - Celebration of Forest Festival
જૂનાગઢઃ ગીર સોમનાથના DFO ડૉ. શોભિતા અગ્રવાલ મેડમના માર્ગદર્શન હેઠળ માંગરોળ તાલુકાના મેણેજ ગામે શીવ મંદિર ખાતે ગ્રામ્ય કક્ષા વન મહોત્સવની ઉજવણી કરાઈ હતી. જેમાં માંગરોળ RFO ડી. એમ. મકવાણા, ફોરેસ્ટ સ્ટાફ અને સંરપચ સહિત ગામજનોએ વૃક્ષોનું વાવેતર કર્યુ હતું. ત્યારબાદ વૃક્ષ વિતરણ કરીને સૌને વૃક્ષોનું વાવેતર કરવા અપીલ કરી હતી.