અતિભારે વરસાદના પગલે રોડ પર વૃક્ષો ધરાશાયી, જુઓ Video - વૃક્ષો ધરાશાયી
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગાંધીનગર તેમજ આસપાસના વિસ્તારમાં ખુબ જ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. આ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે તેમજ અતિ ધોધમાર વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ભરાયા હતા. તેમજ ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા. લીમડાનું વૃક્ષ કોબા સર્કલ પાસે ધરાશાયી થયું હતું. જેના કારણે ટ્રાફિક અડચણ પડતી હતી, પરંતુ વાહનચાલકોની સાવચેતી તેમજ તકેદારીના કારણે ધીરે ધીરે વાહનો પસાર કરી રહ્યા હતા.